વર્ષ 2018થી અત્યાર સુધીમાં યૂટ્યૂબ પોતાના પ્લેટફૉર્મ પરથી 8.30 કરોડ વીડિયો હટાવી ચૂક્યું છે. તેમનું કન્ટેન્ટ આપત્તિજનક, કૉપીરાઈટ વિરુદ્ધ કે પોર્નોગ્રાફી હતું. 700 કરોડ કોમેન્ટ પણ આ દરમિયાન હટાવવામાં આવ્યા. કંપનીએ જણાવ્યું કે દર 10 હજાર વીડિયોમાં આપત્તિજનક વીડિયોની સંખ્યા 16થી 18 રહે છે.
કંપનીમાં સુરક્ષા તેમજ વિશ્વસનીયતા ટીમના ડાયરેક્ટર જેનિફર ઓ કૉનરના અનુસાર આપત્તિજનક વીડિયોની ટકાવારી ખુબ ઓછી છે. તેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ સિસ્ટમ 94 ટકા આપત્તિજનક વીડિયો કોઈના જોયા પહેલા હટાવી દે છે.
તો પણ જ્યારે કરોડો વીડિયો અપલોડ થઈ રહ્યા હોય, બાકીના આપત્તિજનક વીડિયોની સામાન્ય ટકાવારી પણ એક ખુબ મોટી સંખ્યા બની જાય છે. ત્રણ વર્ષ પહેલા સુધી તેમનું ગુણોત્તર 63થી 72 વીડિયો 10 હજાર રહેતુ હતું. યુઝર દ્વારા અપલોડ આ વીડિયોમાંથી જ યૂટ્યૂબ અને ફેસબુક હાલના દિવસોમાં ભારે માત્રામાં બાકી યુઝર્સને કન્ટેન્ટ પીરસી રહ્યું છે.
ફેસબુક ડાટા લીકની આયર્લેન્ડ પણ કરશે તપાસ
ભારતના 61 લાખ અને વિશ્વના 53.3 કરોડ ફેબસુક યુઝર્સનો ખાનગી ડાટા લીક થવાની આયર્લેન્ડે તપાસ શરૂ કરી છે. ડાટા સુરક્ષા આયોગે ફેસબુકના તર્કને નથી માન્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ડાટા 2019નો છે.
આયોગ જોશે કે ડાટા લીક કેવી રીતે થયો અને ડાટાનો શું દુરૂપયોગ થયો કે થઈ શકે છે. આયોગના ઉપ આયુક્ત ગ્રાહમ ડૉયલના જણાવ્યા પ્રમાણે, ફેસબુકના દાવાનું પરીક્ષણ થશે. લીક થયેલા ડાટાનો દુરૂપયોગ સંભવ છે. માટે ડાટાને જૂનો કહીને જોખમોને નકારવા યોગ્ય નથી.