ગુગલના ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબનો આજે લગભગ દરેક ઘરમાં ઉપયોગ થઈ રહ્યો છે. વાત મનોરંજનની હોય કે બાળકોના શિક્ષણની યુટ્યુબ એ લોકોની પહેલી પસંદ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુટ્યુબ વીડિયો પર વધુ જાહેરાતો આવવાનું શરૂ થયું છે, જેના કારણે લોકો હવે પરેશાન થઈ ગયા છે. તેથી જ આજે અમે તમને એક એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે માત્ર બે મિનિટમાં જ એડને બ્લોક કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે…
માત્ર 2 મિનિટમાં બ્લોક થઇ જશે Add
– જો તમે ડેસ્કટોપ અથવા લેપટોપ યુઝર છો, તો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરો. આ પછી URL બારમાં adblocker extension chrome ટાઇપ સર્ચ કરો.
– આ પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલી જશે. અહીં તમને AdBlock — best ad blocker – Google Chrome લખેલું જોવા મળશે, તેના પર ક્લિક કરો.
– ત્યારબાદ તમારી સામે વધુ એક વિન્ડો ખુલી જશે. અહીં તમને Add to Chrome લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરો.
– ત્યારબાદ તમારા સિસ્ટમ પર એક ફાઇલ ડાઉનલોડ થવા લાગશે અને પછી ઓટોમેટિક ઇન્સ્ટોલ થવાનું શરૂ થઇ જશે. જો આપમેળે ઇન્ટોલ ન થાય તો તમે ડાઉનલોડ ફોલ્ડરમાં જઇને તેને ઇન્સ્ટોલ કરી લો.
– ઇન્સ્ટોલ થયા બાદ ગૂગલ ક્રોમને બંધ કરો અને ફરી ગૂગલ ક્રોમ ઓપન કરો. ત્યારબાદ તમારા યુઆરએલ બારમાં એક Extensionનું આઇકોન દેખાશે. તેના પર ક્લિક કરો. જો અહીં તમને AdBlock — best ad blocker નામથી એક્ટેન્શન જોવા મળે છે, તો સમજી જાવ કે તમારું યુટ્યુબ એડ ફ્રી થઇ ગયું છે. પરંતુ જો આવું ન થાય તો આ પ્રોસેસ ફરીથી કરો.