દહીં એ આપણા આહારમાં સમાવિષ્ટ આવશ્યક આહારમાંથી એક છે. ઉનાળામાં તો તેનું ખાસ સેવન કરવું જોઈએ કારણ કે તેની પ્રકૃતિ ઠંડી હોય છે. તે આપણા શરીરને લૂ અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચાવીને રાખે છે. દહીંનું સેવન કરવાથી આપણી પાચક શક્તિ સ્વસ્થ રહે છે. આ સિવાય કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, લેક્ટોઝ, વિટામિન ડી, બી12, બી6 વગેરે પોષક દહીંમાં જોવા મળે છે, જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. તમામ સંશોધન બતાવે છે કે દૂધની તુલનામાં દહીં આપવાથી બાળકોનો વિકાસ વધુ સારો છે.
આ તો થઈ સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા, પહેલાના જમાનાથી જ લોકો ઘરે દહીં જમાવે છે. પરંતુ આજના યુગમાં જે દહીં બજારમાં મળે છે. તે ખાવા માટે લોકો ટેવાય ગયા છે. કારણ કે નાના બાળકોથી લઈને મોટા લોકોને ઘરનું દહીં કરતાં બજારનું દહીં વધારે ભાવે છે. જેથી અમે આપને કેટલીક ટીપ્સ બતાવીએ કે જેનાથી બજાર જેવું જ દહીં તમે ઘરે જમાવી શકો છો.
દહીં બનાવવાની રીત
સૌથી પહેલાં દુધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દુધ થોડુ ગરમ હોય ત્યારે તેમાં દહીંનું જામણ નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ઢાંકીને 5-7 કલાક માટે રહેવા દો. દહીં જામી જાય પછી તેને ફ્રિજમાં મુકી દો જેનાથી દહીં થોડું વ્યવસ્થિત રીતે જામી જાય અને ઠંડુ થઈ જાય.
આ બાબતોનું રાખો ધ્યાન
– ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
– દહીંને એલ્યુમિનિયમના વાસણમાં જ જમાવો.
– ખૂબ જ ગરમ દૂધમાં દહીં મિક્સ ન કરવું.
– દહીં જમાવતા સમયે દુધ બહુ ઠંડુ કે ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ.
– જો શક્ય હોય તો માટી કે ચીની માટીના વાસણમાં દહીં જમાવવું.
– એલ્યુમિનિયમના વાસણમાં જમાવવાથી એક તો દહીં કડવું નહીં લાગે બીજુએ કે દહીં સરખાયે જામી જશે.