દિલ્હીની તિહાર જેલમાં બંધ યાસીન મલિકની તબિયત લથડી છે. બ્લડ પ્રેશરમાં વધઘટના કારણે જેલ પ્રશાસને યાસીનને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. યાસીન મલિક તિહાર જેલમાં શુક્રવારથી ભૂખ હડતાળ પર બેઠો છે.
Yasin Malik (chief of the banned Jammu & Kashmir Liberation Front) lodged in Delhi's Tihar Jail admitted to RML Hospital due to fluctuation in his blood pressure: Prison officials
(file photo) pic.twitter.com/INiPUKUsZZ
Advertisement— ANI (@ANI) July 27, 2022
તમને જણાવી દઈએ કે, આતંકવાદી સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)નો ચીફ યાસીને શુક્રવારથી તિહાર જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, યાસીનની માંગ છે કે જે કેસની વિચારણા ચાલી રહી છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. જેલ અધિકારીઓના કહેવા પ્રમાણે મલિક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના કેસની યોગ્ય રીતે તપાસ નથી થઈ રહી. જેલના અધિકારીઓએ ભૂખ હડતાળની જિદ છોડી દેવા માટે તેને મનાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા.
રૂબૈયા સઈદના અપહરણ કેસના આરોપી યાસીને જમ્મુની કોર્ટમાં રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવાની પરવાનગી માંગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આના પર જવાબ આપ્યો ન હતો. જેના વિરોધમાં તેમણે ભૂખ હડતાળ શરૂ કરી હતી.
તેણે અગાઉ જેલ પ્રશાસનને ભૂખ હડતાળ અંગે જાણ કરી હતી. હડતાળ શરૂ કર્યા બાદ જેલ પ્રશાસને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની માંગ પર અડગ રહ્યો. જેલના અધિકારીઓએ જણાવ્યું કે, યાસીન મલિક તિહાર જેલના સાત નંબરના હાઈ સિક્યોરિટી સેલમાં બંધ છે. શુક્રવારે તેને સવારે નાસ્તો આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે નાસ્તો કરવાની ના પાડી દીધી હતી. તેણે જેલકર્મીઓને કહ્યું કે તે આજથી ભૂખ હડતાળ પર છે અને આ અંગે જેલ પ્રશાસનને પહેલા જ જાણ કરી ચૂક્યો છે. જેલમાં તૈનાત અધિકારીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી.