ચીનમાંથી કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ છે, તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની શોધ અત્યારે અટકી ગઈ છે. ચીનના રવૈયાથી એકવાર ફરીથી સાબિત થઈ ગયું છે કે, આ સવાલનો જવાબ મળવો શક્ય નથી દેખાતો. ચીની અધિકારી આંકડો આપવામાં રસ નથી દાખવી રહ્યા.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસની ઉત્પત્તિને શોધવા માટે ચીન મોકલવામાં આવેલા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ બુધવારે કહ્યું કે શોધ અટકી ગઈ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ રહસ્ય પરથી પળદો ઉઠાવવાના રસ્તા ઝડપથી બંધ થઈ રહ્યા છે.
વોશિંગટન પોસ્ટમાં પ્રકાશિત ખબર પ્રમાણે, ખાનગી સમીક્ષા દરમિયાન આ નિર્ણય પર નથી પહોંચી શકાતું કે વાયરસ જાનવરોમાંથી માણસોમાં ફેલાયો કે ચીનની પ્રયોગશાળામાંથી તેનો પ્રસાર થયો.
જર્નલ નેચરમાં પ્રકાશિત ડબ્લ્યૂએચઓના વિશેષજ્ઞોની ટિપ્પણીમાં કહેવામાં આવ્યું કે, વાયરસની ઉત્પત્તિ સંબંધી તપાસ મહત્વના મોડ પર છે અને તરત ભાગીદારીની જરૂર છે પણ તેના સ્થાન પર ગતિરોધ બનેલો છે. તેમણે રેખાંકિત કર્યું કે, અન્ય વાતોની સાથે ચીની અધિકારી હજુ પણ દર્દીની ગોપનીયતાનો હવાલો આપતા કેટલાક આંકડા આપવા માટે રાજી નથી દેખાતા.
વુહાનમાં મળ્યો હતો પહેલો કેસ
જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશેષજ્ઞોની ટીમ વુહાન મોકલી હતી જ્યાં ડિસેમ્બર 2019માં કોરોના વાયરસથી માનવના સંક્રમિત થવાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ટીમ એ શોધવા માટે ગઈ હતી કે ક્યા કારણોથી મહામારી ફેલાઈ, પણ તે કોઈ પરિણામ પર નથી પહોંચી શકી. આ વાયરસના કારણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં લગભગ 45 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
પાંચ અરબ રસીના ડોઝ લગાવ્યા છતા રોજ દુનિયામાં 10 હજારથી વધારે મૃત્યુ થઈ રહ્યા છે. ડબ્લ્યૂએચઓ વિશેષજ્ઞોનું વિશ્લેષણ માર્ચમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું જેમાં જાનવરોમાંથી માણસોમાં વાયરસના ફેલાયાની આશંકા વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું હતું કે પ્રયોગશાળામાંથી વાયરસના પ્રસારની સંભાવના ખુબ ઓછી છે.