Reliance Jio Plans મોંઘા થવા જઇ રહ્યાં છે. નવા ભાવ 1લી ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. 1 ડિસેમ્બરથી યુઝર્સે વધુ પૈસા ચૂકવીને રિચાર્જ કરાવવું પડશે. રિચાર્જ માટે યુઝર્સને પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. આજે અમે તમને એક એવી જ શાનદાર રીત જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે જૂના રેટ પર રિચાર્જ કરી શકશો અને 480 રૂપિયાની બચત કરી શકશો. આ રીતે તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. ચાલો જાણીએ કેવી રીતે…
બચાવી શકો છો 480 રૂપિયા
480 રૂપિયા બચાવવા માટે તમારી પાસે માત્ર આજનો દિવસ છે. 1 ડિસેમ્બરથી Jioના પ્લાન્સ નવા રેટ પર મળવા લાગશે. અમે તમને તે રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે આવતા એક વર્ષ નવેમ્બર સુધી જૂના દરે ડેટા કૉલિંગ અને SMSનો આનંદ માણી શકશો. એકસ્ટ્રા પૈસા ખર્ચવા કરવાથી છુટકારો મેળવવા માટે તમારે Jio Annual Plan સાથે રિચાર્જ કરવું પડશે.
આ હશે નવી કિંમત
2399 રૂપિયાના પ્લાનની નવી કિંમત 2879 રૂપિયા છે. જો તમે આજે રિચાર્જ કરો છો, તો તમને 480 રૂપિયાનો સીધો ફાયદો મળશે. આ પ્લાન સાથે તમને 365 દિવસની વેલિડિટી મળશે.
Reliance Jioનો 2399 રૂપિયાનો પ્લાન
Jioના 2399 રૂપિયાવાળા પ્લાનમાં યુઝરને 365 દિવસ માટે 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સાથે જિયો એપ્સની ફ્રી એક્સેસ પણ પ્લાન સાથે ઉપલબ્ધ છે.