તમે બાઇક અને ગાડીઓથી મુસાફરી ચોક્કસ કરી હશે. વાહનોમાં રબરના ટાયર લગાવવામાં આવે છે. જો તમે ક્યારેય આ ટાયરોને ધ્યાનથી જોયા હોય, તો તમે જોયું હશે કે બાઇક અને કારના ટાયર પર રબરના કાંટા લાગેલા હોય છે. ઘણા લોકોને લાગે છે કે આ એક મેન્યુફૅક્ચરિંગ ડિફેકટ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ મેન્યુફૅક્ચરિંગ ડિફેક્ટ નથી, પરંતુ તેને કોઈ ખાસ હેતુ માટે બનાવવામાં આવે છે. ચાલો તેમના વિશે વિગતવાર સમજાવીએ.
ટાયર પરના આ કાંટાને એક ખાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે. વાહનોના ટાયર પર બનેલા આ રબરના કાંટાને વેન્ટ સ્પ્યુઝ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કોઈપણ વસ્તુનું બહારની તરફ રહેવું. વાસ્તવમાં, તેઓ રોડ પર ચાલતા વાહનોના ટાયરની કાર્યક્ષમતા સુધારવા માટે બનાવવામાં આવે છે.
જો આપણે તેને સરળ ભાષામાં સમજીએ તો વાહનની મૂવમેન્ટને કારણે ટાયર પર એક પ્રકારનું પ્રેશર સર્જાય છે, આ દબાણની અસર ઘટાડવા માટે આ રબરના કાંટા ટાયર પર લગાવવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે ફેક્ટરીઓમાં ટાયર બનાવવામાં આવે છે, ત્યારે રબર ઓગળ્યા પછી તેમાં હવાના કેટલાક પરપોટા બને છે. આવી સ્થિતિમાં ટાયરની વચ્ચે હવા જવાનો ખતરો રહે છે અને તેનાથી ટાયર પણ નબળું પડી શકે છે. તેથી જ ટાયરમાં રબરના કાંટા લગાવવામાં આવે છે.
ટાયરમાં રબરના કાંટાનો ઉપયોગ કરવા પાછળ એક બીજું વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે વાહનો રસ્તા પર ચાલે છે, તો ઘર્ષણના બળને કારણે, ટાયર ખૂબ ગરમ થાય છે. એટલે ગરમી ઓછી કરવા માટે ગરમીને હવામાં છોડવી પડે છે. આવી સ્થિતિમાં, આ રબરના કાંટા હવા સાથે ટાયરનો કોન્ટેક્ટ એરિયા વધારે છે, જેથી હવામાં મહત્તમ ગરમી ફેલાઈ શકે અને ટાયર ઠંડુ રહે.
ગાડીઓની સાથે સાથે બાઇકના ટાયર પર પણ આવું જ થાય છે. હવે જ્યારે પણ તમે તમારી બાઇક કે કાર માટે ટાયર ખરીદો તો ધ્યાન રાખો કે તેના પર આ રબરના કાંટા લાગેલા હોય. આ કાંટા તમારા ટાયરનું આયુષ્ય વધારે છે.