મોટાભાગના લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશને ઈન્ટરનેટ મેસેજિંગને એક નવી ઉંચાઈ અપાવી છે. એ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ત્યારે વ્હોટ્સએપ પણ પોતાના વપરાશકર્તાઓના અનુભવને વધુ સારો બનાવવ માટે સમયાંતરે શ્રેષ્ઠ સુવિધાઓ અને અપડેટ્સ લાવતું રહે છે.
ત્યારે આજે આપણે એક એવા ફીચર વિશે જાણીશું જેની હાલ વિશ્વભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. વ્હોટ્સએપના આ નવા ફીચરની મદદથી જ્યારે પણ કોઈ ગ્રુપમાં તમારા વિશે કોઈ ચર્ચા થતી હશે અથવા તમારો ઉલ્લેખ કરવામાં આવતો હશે તે સમયે વ્હોટ્સએપ તમને નોટિફિકેશન દ્વારા જાણ કરશે.
નોટિફિકેશનમાં એ માહિતી હશે કે ગ્રુપ ચેટમાં તમારો ઉલ્લેખ કોણે કર્યો છે? આ સિવાય તમને નોટિફિકેશનમાં સંબંધિત વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો પણ બતાવવામાં આવશે. નોંધનીય છે કે આ ખાસ ફીચર હાલમાં ફક્ત iOS બીટા ટોસ્ટર માટે જ ઉપલબ્ધ છે. અન્ય વપરાશકર્તાઓ હવે તેનો ઉપયોગ કરી શકતા નથી.
વ્હોટ્સએપનું આ ફીચર હાલમાં ટેસ્ટિંગની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં તે બધા માટે રોલઆઉટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમારૂ મેન્શન કોઈપણ ગ્રુપમાં થતું હોય છે ત્યારે તેના માટે માત્ર ટેક્સ્ટ એલર્ટ ઉપલબ્ધ હોય છે.