Salman Khan Blue Stone Bracelet: સલમાન ખાન કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તો સલમાન ખાન હંમેશા તેમના હાથમાં બ્લૂ કલરના સ્ટોનવાળુ બ્રેસલેટ પહેરે છે. આપણે બધા જાણીએ છીએ કે સલમાન ખાન બોલિવૂડનું એક મોટું નામ છે. તેઓ જે પણ કરે છે તે એક ટ્રેન્ડ બની જાય છે અને લાખો લોકો તેમને ફોલો કરે છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન દબંગ ખાને તેમના બ્રેસલેટ પાછળની કહાનીનો ખુલાસો કર્યો. એક જૂના ઈન્ટરવ્યુમાં જ્યારે સલમાન ખાનને તેમના બ્રેસલેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું- ‘મારા પિતા (સલિમ ખાન) હંમેશા તેને પહેરતા હતા. તેમના હાથમાં તે સુંદર(જોરદાર) લાગતું હતું. જે રીતે બાળકો કોઈ વસ્તુઓથી રમે છે, તેવી રીતે હું તેમના આ બ્રેસલેટથી રમતો હતો. જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે મને આ બ્રેસલેટ ગિફ્ટ કર્યું. આ સ્ટોનને ફિરોઝા કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, માત્ર બે જ લિવિંગ સ્ટોન છે, એક અકીક અને બીજો ફિરોઝા. મારી પાસે ફિરોઝા છે.’
આ કારણે ખાસ છે બ્રેસલેટ
આ ઉપરાંત સલમાન ખાને એમ પણ જણાવ્યું કે, બ્રેસલેટમાં બ્લૂ કલરનો આ સ્ટોન નેગેટિવિટીને અનુભવી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તેમની સાથે કંઈ નેગિટિવ થાય છે તો આ પથ્થર ટૂટી જાય છે. સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે, આ તેમનો સાતમો સ્ટોન છે. અભિનેતાએ જણાવ્યું હતું કે, જો તમારી ઉપર કોઈ નેગિટિવિટી આવે છે, તો પહેલા આ સ્ટોન તેને લઈ લે છે અને પછી તે ટૂટી જાય છે. આ મારો સાતમો સ્ટોન છે.’
આ ફિલ્મોમાં જોવા મળશે દંબગનો જલવો
લાંબા સમયથી સલમાન ખાનની કોઈ ફિલ્મ પડદા પર ધૂમ મચાવી શકી નથી. આવી સ્થિતિમાં ફેન્સ તેમની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ ઉપરાંત, ટૂંક સમયમાં તેઓ તેમની હિટ ફ્રેન્ચાઇઝી ‘ટાઈગર ઝિંદા હૈ’ની ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં છે.