ગુજરાતમાં મેના બીજા અઠવાડિયાના અંતે કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. જોકે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
રાજ્યના કુલ 13 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. જેમાં રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર ભૂજ રહ્યું હતું, ભૂજમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.7 ડિગ્રી, અમરેલીમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
જોકે, આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય, જેના પગલે ગુજરાતની જનતાને હાલ ગરમીથી રાહત મળશે. 5 દિવસ ગરમી નહીં વધવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે.
Advertisement
Advertisement