जन मन INDIA
slider news ભારત

પશ્ચિમ રેલવે દોડાવશે 4 સ્પેશ્યલ ટ્રેન, બુકિંગ 13 એપ્રિલથી શરૂ

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે મુસાફરોની સુવિધા વચ્ચે ભારતીય રેલવે ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. પશ્ચિમ રેલવેએ હવે ગાંધીધામથી કોયમ્બતૂર અને નાગરકોઇલ માટે સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.

આ ટ્રેનો સુરતમાં રોકાશે. પશ્ચિમ રેલવે અનુસાર મુસાફરોની સુવિધા માટે દક્ષિણ ભારતના નાગરકોઇલ અને કોયમ્બતૂર માટે 2-2 એટલે કે કુલ 4 સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.

ટ્રેન નંબર 06335 ગાંધીધામ-નાગરકોઇલ સાપ્તાહિક સ્પેશ્યલ 30 એપ્રિલથી દર શુક્રવારે ગાંધીધામથી સવારે 10:45 વાગ્યે ચાલશે જે રવિવાર એટલે કે ત્રીજા દિવસે સવારે 06:30 વાગ્યે નાગરકોઇલ પહોંચશે.

આ જ રીતે ટ્રેન નંબર 06336 નાગરકોઇલ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશ્યલ 27 એપ્રિલથી દર મંગળવારે બપોરે 14:45 વાગ્યે નાગરકોઇલથી ચાલશે જે ગુરુવારે બપોરે 12:00 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 06613 રાજકોટ-કોયમ્બતૂર સાપ્તાહિક સ્પેશ્યલ 25 એપ્રિલથી દર રવિવારે રાજકોટથી સવારે 05:30 વાગ્યે ચાલશે જે બીજા દિવસે રાત્રે 21:30 વાગ્યે કોયમ્બતૂર પહોંચશે.

આ જ રીતે ટ્રેન નંબર 06614 કોયમ્બતૂર-રાજકોટ સાપ્તાહિક સ્પેશ્યલ 23 એપ્રિલથી દર શુક્રવારે રાત્રે 12:15 વાગ્યે કોયમ્બતૂરથી રવાના થશે અને બીજા દિવસે 17:50 વાગ્યે રાજકોટ પહોંચશે.

રેલવે અનુસાર ટ્રેન નંબર 06335 અને 06613નું બુકિંગ 13 એપ્રિલથી શરૂ થશે. આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પરથી ટિકિટ બુક કરી શકો છો.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment