SSC Scam: પશ્ચિમ બંગાળ (West Bengal) શિક્ષક ભરતી કૌભાંડ (SSC Scam)ની તપાસમાં લાગેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમને નોટોનો વધુ એક પહાડ મળ્યો છે. નવા ખજાનામાંથી ઈડીએ 28.90 કરોડ રૂપિયા અને લગભગ 5 કિલો સોનું જપ્ત કર્યું છે.
પાર્થ ચેટર્જી (Partha Chatterjee) અને અર્પિતા મુખર્જી (Arpita Mukherjee)ની કાળી કમાણીના રહસ્યલોકનો બીજો દરવાજો ખુલી ગયો છે. પહેલા ટૉલીગંજ અને હવે વેલધરિયા. આ અર્પિતા મુખર્જીનો બીજો ફ્લેટ છે જ્યાંથી ગુલાબી નોટોનો અંબાર મળી આવ્યો છે. નોટોને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાખવામાં આવી હતી.
આ કૈશને ગણવા માટે ઘણી મશીનો મંગાવવામાં આવી. અહીંથી ઈડીને 28 કરોડ 90 લાખ રૂપિયા કેશ મળ્યા હતા, જેની ગણતરી કરવામાં આવી. લગભગ 5 કિલો ગોલ્ડ પણ મળી આવી છે. અર્પિતા મુખર્જીના નામ પર એવા બે ફ્લેટ છે તેમાં એક છે બ્લોક-5 અને રહસ્ય લોકમાંથી મળેલા નવા ખજાનાનું નવું સરનામુ બેલધરિયાના રથાલા વિસ્તારનો બ્લૉક નંબર-5 છે. પશ્ચિમ બંગાળ શિક્ષક કૌભાંડના કથિત માસ્ટર માઈન્ડ મનાતા મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી ઈડી કસ્ટડીમાં છે.
#WATCH | Cash counting machines brought to the residence of Arpita Mukherjee, a close aide of West Bengal Minister Partha Chatterjee, located at Belgharia Town Club.
After a search operation, ED recovered a huge sum of money from her residence. pic.twitter.com/Gf3Vt9NPdb
— ANI (@ANI) July 27, 2022
Advertisement
નોટ ગણવા માટે મંગાવવી પડી 5 મશીનો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ માટે પાર્થ ચેટર્જીનું મોઢું ખોલાવવું મુશ્કેલ બની રહ્યું છે, પણ અર્પિતા મુખર્જી કાળી કમાણીના રાજ સતત ખોલી રહી છે. મળતી માહિતી અનુસાર મુખર્જીએ જ ઈડીને કોલકાતાની આસપાસની પોતાની સંપત્તિની જાણકારી આપી છે. edને અર્પિતાના વધુ એક ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં કેશ મળી, જ્યાર બાદ edના ઓફિસરોએ બેંકના અધિકારીઓને ફ્લેટ પર બોલાવ્યા. નોટોનો પહાડ એટલે મોટો હતો કે તેના માટે નોટ ગણવાની પાંચ મશીનો મંગાવવી પડી.