Vodafone Idea (Vi) તેના યુઝર્સને 499 રુપિયાના પ્લાનની સાથે 90GB વન-ટાઇમ માસિક ડેટા આપી રહ્યું છે. પરંતુ આ પ્રીપેડ કે પોસ્ટપેડ પ્લાન નથી. આ એક એવો પ્લાન છે જે MiFi ડિવાઈસ ધરાવતા યુઝર્સને ઓફર કરવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા હોવ કે MiFi ડિવાઈસ શું છે, તો તે એક પોર્ટેબલ Wi-Fi હોટસ્પોટ ડિવાઈસ છે. આજે અમે તમને Viના એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જે ઉપભોક્તાઓને ડિવાઈસ સાથે ઓફર કરવામાં આવે છે.
Vodafone Idea Rs 499 MiFi Plan
Vodafone Idea 200GB ડેટા રોલઓવર સાથે 90GB માસિક ડેટા સાથે 499 રુપિયાનો MiFi પ્લાન ઓફર કરે છે. વધારાના ડેટા માટે યુઝર્સને પ્રતિ GB ડેટાના 20 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. જો તમે કોઈ એવો પ્લાન શોધી રહ્યા છો જેની કિંમત આનાથી ઓછી હોય, તો તે પણ ઉપલબ્ધ છે. તે પ્લાન રૂ. 399માં આવે છે અને 50GB ડેટા પ્રદાન કરે છે, ફરીથી 200GB ડેટા રોલઓવર અને 20 રુપિયામાં એક જીબી.
ડિવાઈસ સાથે ચૂકવા પડશે બે હજાર રુપિયા
જો તમે નવા MiFi યુઝર છો, તો તમારે ડિવાઈસ માટે પણ 2,000 રૂપિયા પણ ચૂકવવા પડશે. તે ડિવાઈસની ડિલિવરીના સમયે આપવામાં આવે છે. Viનું કહેવું છે કે, ડોંગલ 150 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ અને 50 Mbpsની અપલોડ સ્પીડને સપોર્ટ કરી શકે છે. અલબત્ત, સ્પીડ તમને જે નેટવર્ક કનેક્ટિવિટી મળી રહી છે તેના પર નિર્ભર છે. આ પ્રોડક્ટ ફુલ ચાર્જ પર 5 થી 6 કલાક સુધી ચાલે છે. Vi MiFi સાથે કુલ 10 ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે.
આ ચોક્કસપણે કેરિયર-લૉક ઉપકરણ હશે, જેનો અર્થ છે કે તમે ઉપકરણની અંદર Jio અને Airtel SIM ચલાવી શકશો નહીં. તમારે Wi MiFi માટે ખાસ ક્યુરેટેડ Wi પ્લાન પસંદ કરવો પડશે.