જૂનાગઢઃ કેશોદના વાઘેશ્વરી મંદિરે પંદર વર્ષથી પોષ મહિનામાં શાકંભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે મંદિરમાં દરરોજ વિવિધ શાકભાજીનો શ્રૃંગાર કરવામા આવે છે. જેના દર્શનનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે.
કેશોદમાં આવેલા વાઘેશ્વરી મંદિરે પંદર વર્ષથી શાકંભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, મંદિરે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શ્રૃંગાર કરવામા આવે છે. તેમજ નવરાત્રી દરમિયાન ચંડીપાઠ તથા આરતી કરવામાં આવે છે. જેના દર્શનનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો હોય છે
શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે, જે લોકો શાકંભરી દેવીની સ્તુતિ જપ પૂજા અને વંદના કરે છે તેઓની માતાજી તમામ મનોકામના પૂર્ણ કરે છે. શાકંભરી ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્નની દેવી અન્નપૂર્ણા ગણાય છે. એવું કહેવાય છે કે, ભુખ્યાઓની જઠરાગ્ની ઠારવા દેવી જગદંબા શાકંભરી દેવી તરીકે પ્રગટ્યા હતા. જેનો મહિમાં દુર્ગ સપ્ત સતીના અગિયારમાં અધ્યાયમાં વર્ણવેલ છે.
કેશોદના વાઘેશ્વરી મંદિરે તા.10-01-2022થી તા.17-01-2022 સુધી દરરોજ વિવિધ શાકભાજીનો શ્રૃંગાર કરવામાં આવશે, જેનો દર્શનાર્થીઓએ દર્શનનો લેવા વાઘેશ્વરી મંદિરના પુજારીની યાદીમાં જણાવાયું છે.