સામાન્ય રીતે કોઈ પણ માતા-પિતા પાસેથી તેમના બાળક માટે પ્રેમ અને કાળજીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ દુનિયામાં કેટલાક માતા-પિતા એવા પણ છે જેઓ પોતાના બાળકોને પાઠ ભણાવવાના નામે સજા આપતાં અચકાતા નથી.
રાજધાની દિલ્હીના ખજુરી ખાસ વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વાલીએ પોતાની ફૂલ જેવી બાળકીને હોમવર્ક ન કરવા પર તાલિબાની સજા આપી હતી.
Advertisement
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં બુધવારે સવારે એક પાંચ વર્ષની બાળકીને તેની માતા દ્વારા કથિત રીતે તેના ઘરની છત પર બાંધીને છોડી દેવામાં આવી હતી. એક વીડિયોમાં યુવતીના હાથ-પગ દોરડાથી બાંધેલા જોવા મળે છે, અને તે તડકામાં સંઘર્ષ કરી રહી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી હતી અને કહ્યું કે તેઓએ પરિવારને શોધી કાઢયો છે અને માતા-પિતા વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
Advertisement
Advertisement