સરદાર સેવા સંગઠન દ્વારા આરોગ્ય લેબોરેટરીમાં રાહત દરે RTPCR ટેસ્ટની મંજૂરી માટે મ્યુ.કમિશનરને 15 દિવસથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઇને કોઇ કારણોસર આ મંજુરી આપવામાં વિલંબ કરવામા આવી રહ્યો છે.
ભાવનગરમાં આજે એક માત્ર લેબને મંજુરી છે. આ લેબ ઉપર ટેસ્ટ માટે લાંબી લોઇનો લાગેલી રહે છે. કોરોના તિવ્રતાએ જોર પકડેલું છે, આ જોતા બીજી લેબને મંજુરી આપી સકારાત્મક વલણ અપનાવવુ જોઇએ, તેને બદલે આ સંચાલકોને આંદોલન અને ધરણા કરવા પડે છે.
https://www.facebook.com/watch/?v=1089878854856782
ઉપરાંત આ સરદાર સેવા સંગઠન સંચાલિત લેબ ભાવનગર મહાનગરપાલિકા તથા સરકારી સંસ્થાઓ દ્વારા જે રકમ લઇ ટેસ્ટ કરવામાં આવે છે તેના કરતા પણ રાહત દરે કરી આપવા લેખીત ખાત્રી આપે છે, છતા સ્થાનિક તંત્ર દ્વારા થતા આ સેવાના કામમા સહકાર મળતો નથી તેમાં અનેક સવાલો ઉભા કરે છે.
આશા રાખું છું કે સરકારની ઉચ્ચ કક્ષાએથી દરમ્યાનગીરી થાય અને વહેલી તકે માંગણી કરનાર લેબને મંજુરી આપવામા આવે અને જનસેવાનો અભિગમ સરકારી તંત્ર અખત્યાર કરે.