રાજ્યમાં દિવસેને દિવસે આગના બનાવો સતત વધી રહ્યા છે. ઉનાળો શરૂ થવાને હજી થોડો સમય બાકી છે તેની સાથે જ આગ લાગવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આસપુર ગામે મકાનના છાપરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આસપુર ગામના ખેડૂતના ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાના કારણે છાપરામાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે એક પશુનું મૃત્યુ પણ થયું હતું. મળતી માહિતી મુજબ, વીરપુરના આસપુર ગામે ગત રોજ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
આસપુર ગામના ખેડૂત ભૂદરભાઈ કાનાભાઈના મકાનમાં અગમ્યકારણોસર આગ લાગી હતી, રહેણાંક મકાનમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
આગ લાગતા ઘરની મોટાભાગની વખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે એક પશુનું પણ મૃત્યું થયું હતું. બનાવના પગલે તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વીરપુર તાલુકામાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સમયસર કોઈ ફાયર બ્રિગેડ પણ પહોંચી શકી નહતી, જેના પગલે ખેડૂતનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું.