ગાંધીનગરમાં કોંગ્રેસની રેલી દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિરોધિઓ પર નિશાન સાધ્યુ. ભાજપનું નામ લીધા વગર તેઓએ પાર્ટી પર તીખા પ્રહારો કર્યા. આ દરમિયાન તેઓએ લોકોને અપીલ કરી કે દેશને બચાવવો તમારા હાથમાં છે. આવનારા સમયમાં ખરો નિર્ણય કરજો.
પ્રિયંકાએ કહ્યું- આ દેશની પ્રકૃતિ છે કે નફરતની હવાઓને પ્રેમ અને કરૂણામાં બદલશે, આ અવાજ અહીંથી જ ઉાઠાવજો. આવનારા સમયમમાં ખરો નિર્ણય લો, આ તમારો દેશ છે, તમે બનાવ્યો છે, ખેડૂતોએ બનાવ્યો છે, બહેનોએ બનાવ્યો છે, નૌજવાનોએ તેને બનાવ્યો છે. દેશની જાળવણી ફક્ત તમે લોકો જ કરી શકો છો. તમારી જવાબદારીને સમજો. આ આઝાદીની લડાઈથી કમ નથી.
LIVE: Jan Sankalp Rally in Ahmedabad, Gujarat. #GandhiMarchesOn https://t.co/9S9ezRPv7s
— Gujarat Congress (@INCGujarat) March 12, 2019
રાહુલે સાધ્યુ મોદી પર નિશાન
રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાજપ અને કેન્દ્ર સરકાર પર હમલો કર્યો. રાહુલે કહ્યું- દેશના ખેડૂતો હેરાન છે. કેટલાક લોકો દેશને નબળો કરી રહ્યા છે. 2014માં તેઓએ (નરેન્દ્ર મોદી)એ કહ્યું હતુ કે મને પ્રધાનમંત્રી નહીં દેશનો ચોકીદાર બનાવો. નરેન્દ્ર મોદી દેશને એ નથી જણાવતા કે વાયુસેનાના ખીસ્સામાંથી 30 હજાર કરોડ રૂપિયા ચોરી કરીને અનિલ અંબાણીના ખીસ્સામાં નાખ્યા છે.
યૂપીએના સમયે મનમોહન સિંહજી અને એંટનીજીએ એક રાફેલ માટે 526 કરોડ રૂપિયા આપ્યા હતા. મનમોહનજીએ કહ્યું હતુ કે જેણે મિરાજ વિમાન બનાવ્યુ તેને રાફેલ કોન્ટ્રાક્ટ મળશે. કોન્ટ્રેક્ટ તેને મળ્યા જેને ક્યારેય હવાઈ જહાજ નથી બનાવ્યું. તેમને એક કાગળ આપી દો તો તેનું પણ હવાઈ જહાજ નહીં બનાવી શકે. તેમના પર બેંકનું 45 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે પીએમ મોદીએ મને કહ્યું કે કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને આપો. એક વિમાન 526 નહીં 1600 કરોડ રૂપિયાનું આપો. રાતના બે વાગ્યે નરેન્દ્ર મોદીએ સીબીઆઈના ડાયરેક્ટરને નિકાળી દીધા. કેમ કે તે રાફેલ પર કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા.