વોડાફોન આઈડિયા (વીઆઇ)એ Nazara ટેક્નોલોજીની ભાગીદારીમાં Vi Gamesને ભારતમાં લૉન્ચ કરી છે. Vi Games યુઝર્સને Vi એપમાં જ મળશે. VI ગેમ્સ હેઠળ વોડાફોન આઈડિયા યુઝર્સને 1200+ Android અને HTML 5 આધારિત મોબાઇલ ગેમ રમવાની તક મળશે. વોડાફોન આઈડિયાએ કહ્યું કે, ભારતમાં ગેમર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. 2022ના અંત સુધીમાં ભારતમાં ગેમર્સની સંખ્યા 500 મિલિયનના આંકડાને પાર કરશે.
Vi Gamesને ત્રણ કેટેગરીમાં કરાઈ છે રજૂ
Vi Gamesને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ કેટેગરી ફ્રી ગેમ્સવાળી છે. આ કેટેગરીમાં ગેમ રમવા માટે યુઝર્સે પૈસા ચૂકવવા નહીં પડે. જોકે, આમાં યુઝર્સને જાહેરાત જોવા મળશે. આમાં યુઝર્સને 250+ ફ્રી ગેમ્સ મળશે.
બીજી કેટેગરી પ્લેટિનમ ગેમ્સ છે, જેના માટે પ્રીપેડ ગ્રાહકોએ 26 રૂપિયા અને પોસ્ટપેડ ગ્રાહકોએ 25 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાન હેઠળ યુઝર્સને એક પ્લેટિનમ ગેમ રમવાની તક મળશે.
ત્રીજી કેટેગરી ગોલ્ડ ગેમ્સ (ગોલ્ડ ગેમ્સ) છે, જેની કિંમત પોસ્ટપેડ યુઝર્સ માટે 50 રૂપિયા અને પ્રી-પેડ યુઝર્સ માટે 56 રૂપિયા છે. આમાં યુઝર્સને 30 ગોલ્ડ ગેમ્સ રમવા મળશે. વોડાફોન આઈડિયાએ VI ગેમ્સના લોન્ચિંગ સાથે કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ e-Sportsમાં એન્ટ્રી કરશે. Vi Games દ્વારા કંપની તેની આવકમાં વધારો કરવા માંગે છે.