logo

ગુજરાતની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ કોવિંદ દિલ્હી પરત જવા થયા રવાના

તા-13-10-2019 ગુજરાતની બે દિવસીય ટુંકી મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાત મુલાકાત પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત જવા રવાના થતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ભાવસભર વિદાય આપી હતી.
 
આ તકે મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ, ડી.જી.પી. શિવાનંદ ઝા, અમદાવાદ કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

Top