logo

દિવ્યાંગોને જીવનસહાયક સાધનો એકજ સ્થળેથી મળી રહે તે હેતુંથી યોજાઇ બેઠક

તા-11-10-2019 અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર અને 'એલીમ્કો' (artificial limbs manufacturing corporation of India.) ના સહયોગથી અમદાવાદ જિલ્લામાં વસતા  દિવ્યાંગોને ટ્રાઇસિકલ, મોબાઇલ, ચશ્મા સહિતની જરૂરી જીવન-સહાયક સાધનો એકજ સ્થળેથી મળે તેના આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને 'એલીમ્કો'ના અધિકારી રાજેશ દુબે, નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા તેમજ અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી સહિતના પદાધિકારિઓ ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાના જરુરતમંદ દિવ્યાંગોને જીવન-સહાયક સાધનોની આપૂર્તી માટેની ચકાસણી કરવા તા: ૧૬ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન સવારે ૯:૦૦ કલાકથી સોલા સિવીલ ખાતે તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સાણંદ સી.એચ.સી. ખાતે  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ બેઠકમાં દિવ્યાંગોની સાથે વયોશ્રી યોજનાના લાભાર્થીઓને પણ આવરી લઇ તેમને પણ જરૂરી સાધનો પુરા પાડવામાં આવશે તેમ જણાવાયુ હતું. દિવ્યાંગોને સાધન સહાયનો વધુ પ્રમાણમાં લાભ મળે તે માટે અમદાવાદ જિલ્લાના તમામ તલુકા અધિકારિઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. આ કેમ્પનો વધુને વધું દિવ્યાંગજનો લાભ લઈ પોતાની જરૂરીયાત પ્રમાણેના સાધનો મેળવવા ચકાસણી કરાવવા જિલ્લા કલેક્ટરએ ખાસ અપીલ કરી છે. 

Top