દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર બનાવવા માટે અનેક પ્રકારના શોપીસ, મૂર્તિઓ અને ડેકોરેશનનો સામાન રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણે જે પણ વસ્તુ ઘરમાં રાખીએ છીએ તે આપણા જીવન અને ભાગ્યને ઘણી હદ સુધી અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં અમુક મૂર્તિઓ રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો આગળ જાણીએ કે, ઘરમાં કેવા પ્રકારની મૂર્તિઓ રાખવી શુભ છે.
ચાંદી અથવા પિત્તળની માછલી
વાસ્તુશાસ્ત્રમાં માછલીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે. ઘરની પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પિત્તળ અથવા ચાંદીની માછલી રાખવી શુભ છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. સાથે જ સંપત્તિમાં પણ વધારો થાય છે.
ધાતુનો કાચબો
કાચબાને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે જ સુખના સાધનોમાં વૃદ્ધિની સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આવી સ્થિતિમાં ઘરની ઉત્તર દિશામાં ધાતુનો કાચબો રાખવો શુભ છે.
પોપટની પ્રતિમા
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પોપટની પ્રતિમા રાખવાથી પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે. આ સિવાય સૌભાગ્યમાં પણ વધારો થાય છે. તેને સ્ટડી રૂમમાં રાખવાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે.
હાથીની પ્રતિમા
વાસ્તુશાસ્ત્રમાં હાથીને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં ચાંદી અથવા પિત્તળની ધાતુથી બનેલો હાથી રાખવો જોઈએ. તેના પ્રભાવથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે જ સંપત્તિમાં પણ વધારો થાય છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.