રાજ્યની વાપી નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે 28 નવેમ્બરે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીની આજ રોજ મતગણતરી હાથ ધરવામાં આવી છે.
વાપી સ્થિત ખંડુભાઈ દેસાઈ પીટીસી કોલેજ ખાતે આજે સવારથી જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ 22 રાઉન્ડમાં આ મતગણતરી યોજાવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, ત્યારે બપોર સુધીમાં આ ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભાજપ-કોંગ્રેસ અને આપના મળીને કુલ 109 ઉમેદવારો આ ચૂંટણીમાં મેદાનમાં હતા, જેમનું ભાવિ આજે નક્કી થઈ જશે.
અત્યાર સુધીના પરિણામમાં ભાજપ ફરી એકવાર કોંગ્રેસ અને આપ પર ભારે પડતુ જોવા મળી રહ્યું છે.પરિણાોમાં 44 માંથી 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હોવાનું જાણવા મળ્યું છે. ફરી વાપીના રહેવાસીઓએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે
મહત્વનું છે કે, વાપીમાં નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે રવિવારે 129 બુથ પર 109 ઉમેદવારો માટે મતદાન થયું હતું. કુલ 51.87 ટકા મતદાન નોંધાયા બાદ મંગળવારે વાપીની PTC કોલેજ ખાતે મતગણતરી યોજાઈ રહી છે.
11 વોર્ડની મતગણતરી માટે કુલ 22 રાઉન્ડ છે. 150 સરકારી કર્મચારી આ મતગણતરી માં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મતગણતરીનો 9 વાગ્યે પ્રારંભ થયો હતો, જે 2 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે.