વડોદરાની ક્ષમા બિંદુએ પોતાના ઘરે જ ગણતરીના લોકોની હાજરીમાં આખરે પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા છે. જ્યાં તેણે લગ્નની તમામ વિધિઓ કરી હતી. તમને જણાવી દઈએ કે, આત્મવિવાહના ઉઠેલા વિરોધના કારણે યુવતીએ બે દિવસ પહેલા પોતાના ઘરે સાદગીથી આતમવિવાહ કરી લીધા છે. આમ કરનાર ક્ષમા બિંદુ દેશની પ્રથમ યુવતી બની છે.
હવે સવાલ એ થાય છે કે, આ લગ્નની ભારતમાં માન્યતા છે કે કેમ ત્યારે આ લગ્નને લઈ મનોચિકિત્સકે જણાવ્યું કે, સમાજમાં આત્મવિવાહ સ્વીકાર્ય નથી. કાયદાકીય રીતે પણ સ્વીકાર્ય નથી. પરંતુ યુવતીએ જે કર્યું તે સેલ્ફ લવ છે. યુવતીએ કોઈ સાથે લગ્ન કરવા નથી પરંતુ તેણે લગ્નન એન્જોય કરવા છે. યુવતી મનોરોગી નથી અને આ માનસિક વૃત્તિ પણ નથી. આ એક પ્રકારનું અલગ વર્તન કહી શકાય. તે સમાજથી અલગ વ્યક્તિ છે તેમ ન કહી શકાય. જ્યારે આપણે પ્રથમવાર ગે મેરેજની વાત સાંભળી ત્યારે પણ સૌ અચંબિત થયા હતા. જોકે તેઓનું માત્ર વર્તન સમાજથી અલગ છે.
ત્યારે આ મામલે મહારાજનું કહેવું છે કે, સમાજમાં આ રીત ઘેલછા છે. તે વિકૃતિ નથી. આજના યંગસ્ટરમાં ટ્રેન્ડ થવું બધાને ગમે છે. જોકે હિન્દુ ધર્મની પ્રણાલીમાં આઠ પ્રકારના લગ્ન છે. તેમાં આ લગ્નને મંજૂરી નથી.