વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસનો જલ્દી જ ઉકેલ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ કેસમાં સામુહિક દુષ્કર્મ થયાની પીએમ રિપોર્ટમાં પુષ્ટી થઈ છે.
તેમજ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે તે FSLએ પોતાનો અભિપ્રાય આપ્યો છે જેમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું જણાવાયું છે. જોકે, હજી સુધી FSLનો રિપોર્ટ આવ્યો નથી. પોલીસે આ મામલે રિપોર્ટ ઝડપથી આપવા ગાંધીનગર FLSને પત્ર લખ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં યુવતીના કપડા પલળેલા અને ગળામાં ફાંસો ખાધાની વી શેપ નિશાન છે. તેમાં યુવતીએ આપઘાત કર્યાનો FSLનો અભિપ્રાય છે. તેમજ દુષ્કર્મ થયાની પીએમ રિપોર્ટમાં પુષ્ટી થઈ છે.
આપને જણાવી દઈએ કે, દુષ્કર્મના વૈજ્ઞાનિક પુરાવા માટે ફોરેન્સિક સાયન્સ લેબની મદદ માંગવામાં આવી હતી, જોકે આમાં લાંબો સમય થયો હોવા છતા હજી સુધી એફએસએલ રિપોર્ટ આવ્યો નથી. જેને લઈ રેલવે પોલીસે આ અંગે ગાંધીનગર એફએસએલને રિપોર્ટ ઝડપથી આપવા વિનંતી પત્ર લખ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે, આવતીકાલ સુધીમાં આ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવી શકે છે. ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલિસ, વડોદરા પોલિસ સહિતની ઘણી અનેક ટીમ કેસ સોલ્વ કરવામાં લાગી છે.