ડભોઇ પંથકમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખી ડભોઇ નગરની શાંતિ તેમજ કાયાદ અને વ્યવસ્થા જળવાય તે હેતુ સાથે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ પ્રસંગે વિવિધ તાજીયા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. આગામી 8 એ 9 ઓગસ્ટ ના દિવસે મહોરમ પર્વ મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર હોય આ દિવસે નગરમાં મહોરમ નિમિત્તે તાજીયા ઝુલુસ નીકળવાના હોય ત્યારે નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વાતાવરણ એખલાસ ભર્યું રહે તેની આગમ ચેતીના ભાગ રૂપ ડભોઇ પોલીસ પી.આઈ. ની અધ્યક્ષતામાં તાજીયા કમિટી સાથે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ તાજીયા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ઝુલુસને લઇ અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આયોજન અંગે માર્ગદર્શન પી.આઈ. દ્વારા આપવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ડભોઇમાં ઉત્સાહ અને શાંતિમય માહોલમાં તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : હિતેશ જોશી, ડભોઈ