યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પોતાની સત્તાવાર વેબસાઇટ પર એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા (ESE) માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે.પ્રિલિમ પરીક્ષામાં ક્વોલીફાય થયેલા ઉમેદવારો હવે UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, કમિશન દ્વારા 21 નવેમ્બર 2021ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
ઉમેદવારોએ 21 નવેમ્બર સાંજના 4 વાગ્યા સુધી વેબસાઇટ પરથી UPSC ESE એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા તમામ COVID-19 પ્રોટોકોલને અનુસરીને લેવામાં આવશે. પરીક્ષા 21 નવેમ્બરે ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા કમિશન દ્વારા બે અલગ-અલગ શિફ્ટમાં લેવામાં આવશે.
UPSC ESE 2021: આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
– ઉમેદવારોએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જવું પડશે
– હોમપેજ પર ‘ઈ-એડમિટ કાર્ડ’ નામના સેક્શન પર ક્લિક કરો.
– સ્ક્રીન પર નવી વિંડો દેખાશે, એન્જિનિયરિંગ સર્વિસ (મેઈન) પરીક્ષા, 2021 નામની લિંક પર ક્લિક કરો.
– લોગઇન કરવા માટે રજિસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર, જન્મ તારીક અને કેપ્ચા દાખલ કરો.
– એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
મહત્વપૂર્ણ જાણકારી
પ્રિલિમ પરીક્ષાને ક્વોલીફાઇ કરનાર ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર છે. પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઉમેદવારોએ એડમિટ કાર્ડમાં સમાવિષ્ટ વિગતો પણ તપાસી લેવી જોઈએ. પેપર-1 અને પેપર-2 બંનેની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે.
ઉમેદવારોને પરીક્ષામાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ ક્ષેત્રોના પ્રશ્નો પૂછવામાં આવશે. પેપર 300 માર્ક્સનું હશે. UPSC ESE 2021 સંબંધિત વધુ વિગતવાર માહિતી અને અપડેટ્સ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.