સુરત : હૃદયની બ્લોકેજની સર્જરીમાં ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં વધી રહી છે, 5 વર્ષમાં 5 કંપનીઓની સ્થાપના થઇ છે. ગુજરાતમાં સૌથી વધારે સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં છે. અમદાવાદમાં પણ 3 જ કંપનીઓ છે. સુરતની સૌથી મોટી કંપની મહિનામાં 40 હજારની વધારે સ્ટેટન્ટનું નિર્માણ કરે છે. તે પૈકી 70 ટકા સ્ટેન્ટ એક્સપોર્ટ થાય છે. સુરતમાં દર વર્ષે 10 લાખ જેટલા સ્ટેન્ટ બને છે. જે પૈકી અમેરિકા, યુરોપ સહિત 60 જેટલા દેશમાં 5 લાખ જેટલા સ્ટેન્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે.
વર્ષ 2003 પછી જ્યારે હૃદય બ્લોકેજ માટે દવાવાળા સ્ટેન્ટની શરૂઆત ત્યારે પોલીમર ઓગળતું નહોતું જેથી પેશન્ટને રિએક્શન થતું હતું. સુરતની એક કંપનીએ વિશ્વમાં સૌપ્રથમ બાયોડિગ્રેડેબલ સ્ટેન્ટનું નિર્માણ કર્યું. તેમાં દવાની સાથે સાથે પોલીમર પણ ઓગળી જતું હતું. આજે વિશ્વમાં આ ટેક્નોલોજીને એડોપ્ટ કરી છે.
અત્યારે ઓરીજીનલી 100 માઇક્રોન જેટલી આવતી હતી. જે ઘટીને ઇન્ટરનેળનસ 81 માઇક્રોનનાં સ્ટેન્ટ બનાવ્યા ત્યારે સુરતની કંપનીએ 60 માઇક્રોનના સ્ટેન્ટ વિશ્વમાં પહેલી વખત બનાવ્યા હતા. થિકનેસ એટલી પાતળી હતી કે સમગ્ર વિશ્વમાં સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરતની એક કંપની દર મહિને 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે. જે પૈકી 70 ટકા વિદેશમાં એક્સપોર્ટ થાય છે. 30 ટકા ભારતમાં વેચાય છે.