આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું આયોજન થવાનું છે, જેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ સમિટના ભાગરૂપે અમદાવાદમાં એક સ્ટાર્ટઅપ સમિટનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદના પ્રવાસી આવી શકે છે. તેઓ અમદાવાદમાં આયોજિત થનાર એક સ્ટાર્ટઅપ સમિટમાં હાજરી આપશે, આ સમિટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાશે. જેનો ઉદ્દેશ્ય રોકાણકારો, ઓન્ટ્રપ્રનિયર્સ, વેન્ચર કેપિટલિસ્ટ્સને એક મંચ પર લાવવાનો છે.
9 જાન્યુઆરી 2021ના રોજ અમદાવાદ જિલ્લામાં આવેલા iCreate (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓન્ટ્રપ્રનિયરશીપ્સ એન્ડ ટેક્નોલોજી)ના કેમ્પ્સ ખાતે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્મા દ્વારા આપવામાં આવી છે. અંજુ શર્મા આ ઈવેન્ટના નોડલ ઓફિસર છે. કાર્યક્રમના અલગ અલગ સેશન્સઆ ઈવેન્ટના ઈન્ટરનેશનલ પાર્ટનર તરીકે ઈઝરાયલ જોડાશે.
સાથે જ iCreate, iHub, GUSEC જેવી સ્ટાર્ટઅપ અને ઈનોવેશન્સ માટેની રાજ્યની ત્રણ ઈન્સ્ટીટ્યૂટ સ્ટાર્ટઅપ ઈન્ડિયા, DPIIT, ASSOCHAM, GCCI, CII અને TiE અમદાવાદના સહયોગથી આ ઈવેન્ટનું આયોજન કરશે, તેમ અંજુ શર્માએ ઉમેર્યું. ગુજરાતમાંથી 75થી વધુ સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન પણ યોજાશે.