નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાની સારવાર દરમિયાન દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાના ન્યૂઝ વાયરલ થયા છે, પરંતુ દિલ્હી એઈમ્સ અને તિહાડ જેલના ડીજીએ આ વાતને નકારી કાઢી છે. એઈમ્સ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, અંડરવર્લ્ડ ડોન છોટા રાજન હજી જીવે છે અને તેની એઈમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે.
Underworld don Chhota Rajan is still alive. He is admitted at AIIMS for treatment of #COVID19: AIIMS official
(File photo) pic.twitter.com/gvAgKDuPqC
Advertisement— ANI (@ANI) May 7, 2021
ઉલ્લેખનીય છે કે, છોટા રાજન વર્ષ 2015માં ઈંડોનેશિયાના બાલીમાંથી ઝડપાયો હતો. તેને ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજન તિહાર જેલમાં હતો તે દરમિયાન તે કોરોનાથી સંક્રમિત થયો હતો. એપ્રિલ અંતમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી 26 એપ્રિલે તેને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.
છોટા રાજન સામે બે ડઝન કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જેમાંથી લગભગ 4 કેસમાં કોર્ટે તેને સજા ફટકારી છે. તિહાડ જેલમાં જેલ નંબર 2ના અતિ સુરક્ષિત વોર્ડમાં રાથવામાં આવ્યો હતો. જ્યાં તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઉલ્લખેનીય છે કે છોટા રાજન દાયુદ ઇબ્રાહિમના નજીકનો માણસ ગણાય છે. તેઓ બંને એક જ ગેંગમાં હતા, પરંતુ એવુ કહેવાય છે કે, દાઉદે જ્યારે ભારત વિરોધી શક્તિઓ સાથે હાથ મિલાવ્યા ત્યારે છોટા રાજન તેનાથી અલગ થઇ ગયો.