દેશમાં વિપક્ષના નિશાન પર ઘેરાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રૂસથી મોટા સમાચાર આવ્યા છે. નરેન્દ્ર મોદીને દુનિયાનું વધુ એક સન્માન મળ્યુ છે. રૂસે પીએમ મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.
રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે વીતેલા કેટલાક દિવસોમાં પ્રધાનમંત્રીને ઘણા આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચુક્યા છે. થોડા સમય પહેલા યૂએઈએ પણ તેમને જાયદ એવૉર્ડ આપવાની જાહેરાત કરી હતી.
રૂસી દૂતાવાસે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, '12 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેન્ટ એન્ડ્રયૂ એટલે રૂસનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સન્માન ભારત અને રૂસના સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યુ છે.
કેટલાક દિવસ પહેલા સંયુક્ત અરબ અમીરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાયદ મેડલ આપવાની જાહેરાત કરી હતી. યૂએઈ તરફથી આ સન્માન બંન્ને દેશોના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવા માટે આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદને આ સન્માન માટે આભાર વ્યક્ત કર્યો હતો.