લખતર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ કારમાંથી બિયરના ટીન સાથે કડી તાલુકાના બે યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લખતર પોલીસ સ્ટેશનના કમલેશભાઈ વાઘેલા, નરેન્દ્રગીરી ગોસ્વામી, મનોજભાઈ ઉણેચા લખતર બસ સ્ટેન્ડ પાસે જિલ્લા કલેકટરના જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામા અંતર્ગત વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વિરમગામ તરફથી આવતી સ્વીફ્ટ કાર (નંબર GJ 02 DM 7578)ને અટકાવી હતી.
કારની તલાશી લેતા કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. આથી કારમાં સવાર બે યુવકોના નામ અને સરનામા પૂછતા તેઓએ મુકેશજી અમૃતજી ઠાકોર અને વિષ્ણુજી કાન્તિજી ઠાકોર (રહે. સરસાવ, તા.કડી, જિ.મહેસાણા) જણાવ્યું હતું. જે બાદ પોલીસે સ્વફિટ કાર, મોબાઈલ, બિયરના ટીન સહિત રૂપિયા 5,10,250ના મુદ્દામાલ સાથે બંને યુવકોની ધરપકડ કરી હતી. હાલ આ મામલે તપાસ નરેન્દ્રગીરી ગોસ્વામી ચલાવી રહ્યા છે.
રિપોર્ટઃ વિજય જોષી, લખતર