ગ્રોસરી સ્ટોર્સમાંથી સામાન ખરીદવા, પાણી અને વીજળીનું બિલ ભરવા, ગેસ સિલિન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ કરવા અથવા ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમે ફોનપે વોલેટનો ઉપયોગ કરો છો. ઘણા યુઝર્સ ક્રેડિટ કાર્ડથી ફોનપે વોલેટમાં મની લોડ કરીને નાના અને મોટા ટ્રાન્ઝેક્શન કરે છે. હવે PhonePe વોલેટ યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. ખરેખર હવે PhonePeનો ઉપયોગ કરવો મોંઘો બની ગયો છે.
લાગી રહ્યો છે 2 ટકાથી વધુનો એક્સ્ટ્રા ચાર્જ
PhonePe એપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે જો કોઈ ફોન પે વોલેટમાં ક્રેડિટ કાર્ડથી 100 રૂપિયા એડ કરે છે તો તેમને 2.06 ટકા (GST સહિત)નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. એવી જ રીતે જો તેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા 200 રૂપિયા ઉમેરે છે, તો તેમને 4.13 ટકા (જીએસટી સહિત)નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જો તેઓ 300 રૂપિયા એડ કરે છે તો તેમની પાસેથી 6.19 ટકા (GST સહિત)નો વધારાનો ચાર્જ લેવામાં આવશે. આ નિયમ તાજેતરમાં અમલમાં આવ્યો છે. જોકે, UPI અને ડેબિટ કાર્ડ દ્વારા PhonePe વોલેટમાં પૈસા ઉમેરવા માટે કોઈ ચાર્જ નથી.
PhonePe પર ખરીદી શકશો તમામ વીમા કંપનીઓના પ્રોડક્ટ્સ
તાજેતરમાં ફોનપેએ જણાવ્યું હતું કે, તેને લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ ઉત્પાદનો વેચવા માટે ઇરદાઇ (IRDA) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કંપનીએ કહ્યું હતું કે, આ સાથે તે હવે તેના 30 કરોડથી વધુ યુઝર્સને વીમા સંબંધિત સલાહ આપી શકે છે. ઇરડાઇએ ફોનપેને વીમા બ્રોકિંગ લાઇસન્સ આપ્યું છે. હવે PhonePe ભારતની તમામ વીમા કંપનીઓના વીમા ઉત્પાદનો વેચી શકે છે.