Commonwealth Games 2022માં ભારતનું જોરદાર પ્રદર્શન ચાલુ છે. હવે તુલિકા માને જુડો ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. 78+ કિગ્રાની ફાઇનલમાં સ્કોટલેન્ડની સારાહ એડલિંગ્ટન સામે હારી ગઈ હતી. સારાહ એડલિંગ્ટન ત્રણ મિનિટ અને 29 સેકન્ડ સુધી ચાલેલી મેચમાં ઇપ્પોન (પ્રતિસ્પર્ધીને પીઠના બળે જોરથી પટકવું) દ્વારા આ મેચ જીતી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022ની જુડો ઈવેન્ટમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
ચાર વખતની રાષ્ટ્રીય ચેમ્પિયન તુલિકા માને ન્યૂઝીલેન્ડની સિડની એન્ડ્રુઝને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં પાછળ રહી ગઈ હતી, પરંતુ ‘ઈપ્પોન’ના કારણે ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સિડની એન્ડ્રુઝને ત્રણ મિનિટમાં હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
SILVER FOR TULIKA 🤩🤩
Advertisement🇮🇳's pride #TulikaMaan bags the 2nd 🥈 for India in Judo 🥋 at @birminghamcg22 🔥🔥
She gave her best against Sarah Adlington of Scotland in Women's +78kg Gold medal bout 💪
Proud of you Tulika 🙂#Cheer4India#India4CWG2022 #CommonwealthGames2022 pic.twitter.com/G4pLiR3L1y
Advertisement— SAI Media (@Media_SAI) August 3, 2022
ભારતના નામે છે આટલા મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળીને 18 મેડલ જીત્યા છે. ખાસ વાત એ છે કે આમાં વેઈટલિફ્ટિંગમાં દસ મેડલ આવ્યા છે. ભારતને જુડોમાં ત્રણ મેડલ મળ્યા છે, જ્યારે લૉન બોલ્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્ક્વોશમાં ભારતને એક મેડલ મળ્યો છે.
આવી છે જુડોની સ્કોરિંગ પેટર્ન
જુડો ખેલાડીઓને ‘જુડોકા’ કહેવામાં આવે છે. જુડોમાં ત્રણ પ્રકારના સ્કોરિંગ છે જેને ઇપ્પોન, વાઝા-એરી અને યુકો કહેવામાં આવે છે. ઇપ્પોન ત્યારે થાય છે જ્યારે કોઈ ખેલાડી વિરોધી ખેલાડીની પીઠ પર સ્લેમ કરે છે. ઇપ્પોન થવા પર એક પોઇન્ટ આપવામાં આવે છે, અને ખેલાડી જીતી જાય છે. વિજય યાદવ ઇપ્પોન દ્વારા જ જીત્યા છે.
જણાવી દઈએ કે જુડો ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા 22 એપ્રિલે રદ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ કોમનવેલ્થ ગેમ્સ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા અને ટ્રાયલની દેખરેખ રાખવા અને જરૂરી ફેરફારો સૂચવવા નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં ઓલિમ્પિયન જુડો ખેલાડીઓ કાવાસ બિલિમોરિયા, સંદીપ બાયાલા અને સુનિત ઠાકુર ઉપરાંત જુડો માસ્ટર અરુણ દ્વિવેદી અને યોગેશ કે ધડવેનો સમાવેશ થાય છે.