ગીર સોમાનાથ જિલ્લાના લામધાર ગામે કરૂણ ઘટના બની છે. અહીં બે સગી બહેનાના સર્પદંશથી મૃત્યુ નીપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં છે.
હાલ રાજ્ય સહિત દેશભરમાં વરસાદી માહોલ છે. ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધાર ગામે કરૂણ ઘટની બની છે.
અહીં ગત રાત્રે બે સગી બહેનો નિધિ (ઉ.વ 13) અને વાનિકા (ઉં.વ 10) રાત્રે સૂતી હતી તે દરમિયાન ઘરમાં આવી ચડેલા સાપે દંશ મારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં બંને બહેનોને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરતું તબીબોએ બંને બહેનોને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
આપને જણાવી દઇએ કે, થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવો દુઃખદ બનાવ બન્યો હતો. ધ્રાંગધ્રા શહેરમાં માવતર વગરના દાદા-દાદી સાથે રહેતા બે સગા ભાઈ-બહેનને સાપ કરડતા બહેનનું મૃત્યુ નીપજ્યું હતું.
ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળના ઝુપડપટ્ટી વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેનને સાપ કરડ્યો હતો. જે બાદ બંન્નેએ પેટમાં દુખાવો થતો હોવાનું પરિવારને જણાવ્યું હતું. જેથી બંન્ને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં 9 વર્ષીય કિંજલનું હોસ્પિટલે પહોંચે એ પહેલા જ રસ્તામાં કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભાઇ ઉંમગને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.