સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં અકસ્માતોની ઘટના યથાવત જોવા મળી રહી છે. લખતરના લીલાપુર આદલસર રોડ પર માત્રાહર તરીકે ઓળખાતા સિમ વિસ્તારમાં એક ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ખેતરમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે ખાડો ખોદવાની મશીનરી લઈને જઈ રહ્યું હતું.
આ દરમિયાન ટ્રેક્ટરના ચાલકે સ્ટેરિંગ પરથા કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. જેમાં ટ્રેક્ટર ચાલક ઘાયલ થયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઘાયલ ટ્રેક્ટર ચાલકને સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement