આજથી નવરાત્રીનો નવ દિવસનો તહેવાર શરૂ થયો છે. માં દુર્ગા નવ દિવસ સુધી ભક્તોના ઘરમાં રહેશે. આવી સ્થિતિમાં જે લોકો ઉપવાસ રાખીને માતાજીની પૂજા કરે છે. તેમને માતાજીના આશીર્વાદ મળે છે. નવરાત્રીના ઉપવાસ દરમિયાન અનાજ ખાવામાં આવતું નથી. ભક્તો ફળો ખાય છે. આ વ્રતમાં ફરારી લોટ, બટાકા, ફળો, દૂધ, દહીં વગેરે ખાવામાં આવે છે. તેથી જો તમે પણ નવરાત્રીમાં ઉપવાસ રાખી રહ્યા છો, તો આ વખતે ઉપવાસની એવી વાનગી બનાવો, જે ફટાફટ તૈયાર થઇ જાય અને સ્વાદિષ્ટ પણ હોય.
ઉપવાસમાં કેળા ખાવામાં આવે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન બી અને વિટામિન સી હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલા માટે આજે અમે તમને ઉપવાસ દરમિયાન ખાવામાં આવેતી કેળાની વેફરની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કેળાની વેફર બનાવવાની રેસીપી
કેળાની વેફર બનાવવા માટે સામગ્રી
2 કાચા કેળા, સેંધા મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર, તળવા માટે તેલ
બનાવવાની રીત
– કેળાની વેફર બનાવવા માટે સૌથી પહેલા કાચા કેળાની છાલ ઉતારી લો.
– હવે એક તપેલીમાં ઠંડુ પાણી ભરો, તેમાં સેંધા મીઠું નાખો.
– છાલ ઉતારેલા કેળાને પાણીમાં 10થી 15 મિનિટ માટે મૂકો.
– ત્યારબાદ કેળાને ચિપ્સ કટરથી છીણી લો.
– હવે એક કાગળ પર કેળાના ટુકડાને મૂકો.
– હવે એક કડાઇમાં તેલ નાખો અને ગરમ કરવા મૂકો.
– જ્યારે તેલ આવી જાય એટલે તેમાં કેળાના ટુકડા નાખો.
– કેળાના ટુકડા ભૂરા રંગના થાય ત્યાં સુધી ફ્રાઇ કરો.
– હવે વેફરને કાઢીને કાગળ પર મૂકો. અને તેના પર મરી પાવડર અને મીઠું છાંટો
– તો તૈયાર છે ટેસ્ટી કેળાની વેફર