કોરોના મહામારી અને વધતા પ્રદૂષણને કારણે ફેફસાંં નબળા પડી રહ્યાં છે અને તેના કારણે લોકોને શ્વાસ ફૂલાવાની અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેફસાં એટલે કે લંગ્સ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તમે જે ખાઓ છો તેની અસર પણ ફેફસાંના સ્વાસ્થ્ય પર પડે છે. બિનઆરોગ્યપ્રદ આહાર ફેફસાંંને નબળા બનાવી શકે છે. જાણો ફેફસાંંને સ્વસ્થ રાખવા માટે તમારે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
વધારે માત્રામાં ન કરો મીઠાનું સેવન
વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી ફેફસાંને નુકસાન થાય છે. ખોરાકમાં મર્યાદિત માત્રામાં મીઠાનો ઉપયોગ કરો અને પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો જેમાં મીઠું વધુ હોય.
તળેલો ખોરાક પણ હાનિકારક છે
તેલ મસાલાનું વધુ પડતું સેવન પણ ફેફસાંને નુકસાન પહોંચાડે છે. જો તમે વારંવાર તળેલું ભોજન ખાઓ છો તો આવી વસ્તુઓ ખાવાનું ટાળો.
ગળ્યા ડ્રિંક
સુગરવાળા ડ્રિંક્સનું સેવન ફેફસાંં માટે નુકસાનકારક હોઈ શકે છે. આનાથી પુખ્ત વયના લોકોમાં બ્રોન્કાઇટિસનું થવાની સંભાવના વધી શકે છે. ફેફસાંંને સ્વસ્થ રાખવા માટે મીઠાં પીણાં પીવાનું ટાળો.
પ્રોસેસ્ડ માંસ
પ્રોસેસ્ડ મીટને સાચવવા માટે વપરાતા નાઈટ્રાઈટ્સ ફેફસાંમાં સૂઝન અને તણાવ પેદા કરી શકે છે. તેનું સેવન કરવાથી તમને નુકસાન થશે.
દારૂ અને તમાકુનું સેવન
આ બંને વસ્તુઓનું સેવન ફેફસાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલમાં હાજર સલ્ફેટ્સ અસ્થમાના લક્ષણોમાં વધારો કરી શકે છે, જ્યારે ઇથેનોલ ફેફસાંના કોષોને અસર કરે છે. આનાથી ન્યુમોનિયા અને ફેફસાં સાથે સંબંધિત અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.