ક્રિકેટર યુવરાજ સિંહ હાલમાં જ પિતા બન્યા છે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જણાવ્યું કે, તેમના ઘરે નાના મહેમાનનું આગમન થયું છે. યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે. ક્રિકેટ દ્વારા ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર ખેલાડી યુવરાજ સિંહને કારનો ઘણો શોખ છે અને તેમના ગેરેજમાં કારની લાંબી યાદી છે. વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયેલા યુવરાજ સિંહ અને તેમની પત્નીને કારનો ઘણો શોખ છે.
રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ અને હેઝલ કીચના કાર કલેક્શનમાં BMW M5 E60, BMW X6M, AudiQ5, Lambrigini Murcielago, Bentley Continental GT સામેલ છે. ગયા વર્ષે તેઓએ ગેરેજમાં બ્રાન્ડ ન્યૂ મિની કન્ટ્રીમેન S JCWના નવા એડિશનને ગેરેજમાં સામેલ કરી છે. જેની તસવીર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, તેની કિંમત લગભગ 42.4 લાખ રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે, ક્રિકેટર યુવરાજ સિંહ ક્રિકેટની દુનિયાના પાંચ સૌથી અમીર ખેલાડીઓમાં સામેલ છે. જેમાં તેનો નંબર પાંચમો છે. રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહની કુલ નેટવર્થ 255 કરોડ છે. સાથે જ તેમની પર્સનલ પ્રોપર્ટી 45 કરોડની આસપાસ છે. યુવરાજ સિંહ ભારત માટે ક્રિકેટ રમીને કમાણી કરે છે તેમજ આઈપીએલ મેચો દ્વારા પણ કમાણી કરે છે. તેની નેટવર્થમાં જાહેરાતો દ્વારા મળેલી આવકનો પણ સમાવેશ થાય છે.
ક્રિકેટ રમવા અને જાહેરાતોમાં કામ કરવા ઉપરાંત યુવરાજ સિંહ પોતાની કમાણીનો અમુક હિસ્સો બિઝનેસમાં પણ રોકે છે. તેમના રોકાણવાળી કંપની પોષક ઉત્પાદનો સાથે જોડાયેલી સ્ટાર્ટઅપ વેલવર્સ્ડ છે. જેમાં તેઓ સૌથી મોટા રોકાણકાર પણ છે.
યુવરાજ સિંહને એક વનડે મેચ માટે લગભગ ત્રણ લાખ રૂપિયા ફી મળે છે. તો ટેસ્ટ મેચમાં તેમને લગભગ પાંચ લાખની ફી મળે છે. આ સાથે જ રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ લગભગ 6 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભરે છે. તેમના ફિટનેસ સેન્ટર અને સ્પોર્ટ્સ સેન્ટર ભારતના વિવિધ ભાગોમાં ચાલે છે. જેમાંથી તેમને તેમની કમાણીનો સારો એવો હિસ્સો મળે છે.