દર વર્ષે 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. એક હેલ્ધી બોડી માટે ફક્ત શારીરિક નહિ પરંતુ માનસિક રીતે પણ ફિટ રહેવાની જરૂર છે. તમારી લાઇફસ્ટાઇલમાં આ 5 આદતો અપનાવીને તમે ખુદને ફિટ રાખી શકો છો.
હેલ્ધી ડાયટ
સ્વસ્થ રહેવા માટે સૌથી જરૂરી છે હેલ્થી ડાયટ લેવું. એક દિવસમાં ઓછામાં ઓછા ત્રણ સ્વાસ્થ્યસભર અને પૌષ્ટિક આહાર લો. ડિનર હંમેશા હળવું લો. તમારા ડાયટમાં ફળ, શાકભાજી, અનાજ, હેલ્ધી ફેટ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો.
સારી ઊંઘ
સ્વસ્થ શરીર માટે સારી ઊંઘ લેવી ખુબ જરૂરી છે. જે લોકો રાત્રે સરખી ઊંઘ નથી લેતા તેઓ હંમેશા કોઈને કોઈ બીમારીથી પરેશાન રહે છે.
સારી ઊંઘની અસર શરીર અને મગજ બંને પર પડે છે અને તેનાથી બીમાર પડવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે. જો તમને સરખી ઊંઘ નથી આવતી તો રાત્રે કોફી પીવાથી અને મોડે સુધી જાગવાથી બચો.
તણાવથી દૂર રહો
તણાવ લેવાથી વજન વધવાથી લઈને ઘણા પ્રકારની માનસિક બીમારીઓનો ખતરો વધી જાય છે. તણાવ દૂર કરવા માટે તમે એક્સરસાઇઝ કરી શકો છો અથવા વોક પર જઈ શકો છો. બ્રીધિંગ એક્સરસાઇઝ અને મેડિટેશનથી પણ તણાવ ઓછો કરવામાં મદદ મળે છે.
એક્સરસાઇઝ કરો
હેલ્ધી અને ફિટ રહેવા માટે સૌથી જરૂરી છે એક્સરસાઇઝ કરવી. એક અભ્યાસમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે જે લોકો અઠવાડિયામાં ત્રણથી વધુ વખત એક્સરસાઇઝ કરે છે તેઓ સારી અને સ્વસ્થ જિંદગી જીવે છે. તેના માટે તમે ડાન્સ, યોગ, એરોબિક્સ અને રનિંગ પણ કરી શકો છો.
માનસિક સ્વાસ્થ્ય પર આપો ધ્યાન
શરીરની સાથે સાથે તમારે માનસિક સ્વાસ્થ્ય પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ. તમે માનસિક રીતે જેટલા વધુ સ્વસ્થ રહેશો, શારીરિક રીતે પણ એટલા જ ફિટ રહેશો. તમારી ભાવનાઓ પર તમારું સારું નિયંત્રણ હોવું જરૂરી છે.