‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દેશના મોટાભાગના લોકોનો સૌથી લોક પ્રિય શો છે. શોનું દરેક પાત્ર લોકો માટે ખાસ છે. આ શોમાં કામ કરતા તમામ કલાકારોની લોકપ્રિયતા પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. આવી સ્થિતિમાં શોમાં વધુ એક સ્ટાઈલિશ અને ગ્લેમરસ અભિનેત્રીની એન્ટ્રી બાદ ધૂમ મચી ગઈ છે. આ અભિનેત્રીનું નામ છે અર્શી ભારતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
શોમાં શું છે અર્શી ભારતીનું પાત્ર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં સુંદર મહિલાઓની કોઈ કમી નથી. મુનમુન દત્તાથી લઈને સુનૈના ફોજદાર સુધી સૌ સુંદરતાના મામલે એકબીજાને ટક્કર આપી રહ્યા છે. આ વચ્ચે શોમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. તમને જણાવી દઈએ કે અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક એપિસોડમાં જોવા મળી રહી છે. આ શોમાં અર્શી ભારતીની એન્ટ્રી મહેતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે થઈ છે.
અર્શીએ બોલીવૂડ ફિલ્મમાં પણ કર્યું છે કામ
અર્શી ભારતી પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા બોલીવૂડ ફિલ્મમાં પણ જોવા મળી ચૂકી છે. અર્શી ભારતી અર્જુન કપૂરની ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળી હતી.
કોણ છે અર્શી ભારતી?
તમને જણાવી દઈએ કે, અર્શી ભારતી મૂળ જમશેદપુરની છે. તેનું પૂરું નામ અર્શી ભારતી શાંડિલ્યા છે. અર્શી અત્યારે માત્ર 22 વર્ષની છે.