શેરબજાર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન ઘણા શેરોએ તેમના શેરધારકોને જોરદાર વળતર આપ્યું છે. આજે અમે તમને એક એવા મલ્ટિબેગર શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે તેના શેરધારકોને શાનદાર વળતર આપ્યું છે. આ શેર બોરોસિલ રિન્યુએબલ્સ (Borosil Renewables)ના છે.
બોરોસિલ રિન્યુએબલ્સના શેરોએ છેલ્લા 1 મહિનામાં 45% નું વળતર આપ્યું છે. જણાવી દઈએ કે, ભારતમાં સોલાર ગ્લાસ બનાવતી એકમાત્ર કંપની બોરોસિલ રિન્યુએબલ્સએ તેના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.
રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન
બોરોસિલ રિન્યુએબલ્સનો શેર એપ્રિલ 2020માં 33.6 રૂપિયાથી 1,400 ટકા વધીને 509.70 રૂપિયા થયો છે. જોકે, છેલ્લા બે ટ્રેડિંગ સત્રમાં બોરોસિલ રિન્યુએબલ્સ શેરમાં 10 ટકા લોઅર સર્કિટ પણ લાગી છે.
જાણો છેલ્લા 1 વર્ષનો રેકોર્ડ
છેલ્લા 1 વર્ષમાં બોરોસિલના શેર 333% રિટર્ન આપી ચૂક્યા છે. ઇક્વિટી 99ના સહ-સ્થાપક રાહુલ શર્માએ જણાવ્યું કે, બોરોસિલે તેના વ્યવસાયના વિસ્તાર માટે સંસ્થાકીય રોકાણકારો પાસેથી ₹ 200 કરોડની રકમ એકત્ર કરી છે. કંપની સોલર ગ્લાસ ઉત્પાદન ક્ષમતા દૈનિક 450 ટન પ્રતિથી વધારીને 955 ટન કરવા માંગે છે. બજારના જાણકારોના મતે બોરોસિલના શેરમાં વધારો થવાની ધારણા છે.
નોંધ- અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપતા નથી. કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો.