તુલસીના પાનનું પાણી વાળ માટે સારું માનવામાં આવે છે. તેના પાંદડાની પેસ્ટ અને પાણી વાળને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરશે. જો વાળ ખરવાની, ડેન્ડ્રફ અને ડ્રાય વાળની સમસ્યા હોય તો તુલસીના પાનનો ઉપયોગ કરી શકાય છે.
સ્કેલ્પની મસાજ
એક વાસણમાં 3 ગ્લાસ પાણી નાખો અને તેમાં તુલસીના 20થી 25 પાન નાખીને ઉકાળો. જ્યારે તેનો રસ પાણીમાં ભળી જાય, ત્યારે તેને ઠંડુ થવા મુકો. શેમ્પૂ કર્યા પછી આ પાણીથી વાળ ધોઈ લો. આ પાણીથી તમે સ્કેલ્પની મસાજ પણ કરી શકો છો.
બ્લડ સર્કુલેશન સારુ થશે
તુલસીમાં જોવા મળતા ઔષધીય ગુણો વાળને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તેના પાંદડા વાળના ફોલિકલ્સને ફરીથી એક્ટિવ કરવામાં મદદ કરે છે, જે વાળ ખરવાની સમસ્યાને દૂર કરશે. આ સિવાય તેના ઉપયોગથી માથાની ચામડી ઠંડી રહેશે અને રક્ત પરિભ્રમણમાં સુધારો થશે.
તેલમાં મિક્સ કરીને લગાવો
તેલમાં તુલસીના પાન મિક્સ કરો અને આ હર્બલ તેલથી વાળમાં માલિશ કરો. તમે તુલસીના પાનને વાટીને તેલમાં મિક્સ કરી શકો છો. તેલને તડકામાં રાખો અને પછી વાળમાં લગાવો. થોડા સમય માટે તેને વાળમાં રહેવા દો અને લગભગ એક કલાક પછી શેમ્પૂથી ધોઈ લો.
સફેદ વાળની સમસ્યા થશે દૂર
શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે વાળ સફેદ થવાની સમસ્યા થઈ શકે છે. એક બાઉલ હુંફાળા પાણીમાં 2 ચમચી આમળા અને તુલસીનો પાવડર મિક્સ કરો. તેને આખી રાત રાખો. આ મિશ્રણને સવારે વાળમાં લગાવો. 40 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.