जन मन INDIA
slider news ધર્મ

આ દિવસે છે ચૈત્ર અમાવસ્યા, જાણો મુહૂર્ત અને ધામિર્ક મહત્વ

આ વર્ષે ચૈત્ર અમાવસ્યા 12 એપ્રિલને સોમવારના રોજ આવે છે. સોમવારના દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યાના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ હોય છે. એક વર્ષમાં 12 અમાવસ્યા અને 12 પૂર્ણિમાં આવે છે.

ત્યારે અમે તમને જણાવીશું ક્યારથી થઈ રહ્યો છે ચૈત્ર અમાવસ્યાનો પ્રારંભ અને શું છે તેનું મહત્વ

ચૈત્ર અમાવસ્યા 2021 તિથિ મુહૂર્ત

ચૈત્ર માસની અમાવસ્યા એટલે કે સોમવતી અમાવસ્યાની તિથિનો પ્રારંભ 11 એપ્રિલ સાંજે 6 વાગ્યેને 3 મિનિટથી થશે અને 12 એપ્રિલ સવારે 8 વાગ્યા સુધી રહેશે, અમાવસ્યાના દિવસે નદીમાં સ્નાન કરવું અને પિતૃકના મોક્ષ માટે શ્રાદ્ધ કર્મ કરવાનું મહત્વ હોય છે.

સોમવતી અમાસનું મહત્વ

સોમવતી અમાવસ્યાના દિવસે ગંગા નદીમાં સ્નાનનું મહત્વ વધુ છે. જોકે કોરોનાકાળમાં હાલ તમે પોતાના ઘરે પાણીમાં ગંગાજળ ભેળવી સ્નાન કરી શકો છે. આ દિવસે નદીમાં સ્નાન, દાન પુણ્ય કરવાથી પાપનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાની પ્રાપ્તિ થાય છે. તો વધુમાં પિતૃકવિધિ કરવાથી તેમની આત્માને શાંતી મળે છે. આ દિવસે સ્નાન બાદ સૂર્ય દેવના મંત્રો સાથે જળ અર્પણ કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે.

Related posts

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

Leave a Comment