સામાન્ય રીતે ચોખાની ઘણી જાતો છે જેમ કે સફેદ ચોખા, બ્રાઉન અથવા બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, વગેરે. તેમાં સફેદ ચોખાનો માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં તેનો વપરાશ વધતો જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો સફેદ ચોખા ખાતા હોય છે. ત્યારે વધુ પડતા સફેદ ચોખા ખાવાથી નુકસાન થાય છે.
સફેદ ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, કેલરી, ફાઈબર, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, મેંગેનીઝ, વિટામિન બી-6, . વગેરે હોય છે, પરંતુ તેનું પ્રમાણ બ્રાઉન કે અન્ય ચોખા કરતાં સફેદ ચોખામાં ઓછું હોય છે. સફેદ ચોખાને એવી રીતે પોલિશ કરવામાં આવે છે કે થૂલું, કુશ્કી, અને સ્ટાર્ચયુક્ત એન્ડોસ્પર્મ બાકી રહે છે. આ પોલિશિંગની પ્રક્રિયામાં કુદરતી રીતે હાજર વિટામિન બી, ફાયટોકેમિકલ્સ, ફાઇબર્સ પણ દૂર થાય છે.
1.શુગર લેવલ વધી જવુ – ચોખાનું વધુ પડતુ સેવન ડાયાબીટિશના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ચોખાનુ સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને2. જાડાપણું વધારે – ચોખામાં ફેટનું વધુ હોવાને કારણે અહી જાડાપણુ એક કારણ બની શકે છે. જે લોકો પાતળા થવા માંગે છે તેમણે ચોખાથી દૂર રહેવુ જોઈએ અને જો ખાવાનુ મન પણ થાય તો તેમણે બ્રાઉન રાઈસને બાફીને ખાવા જોઈએ.
3. અસ્થમામાં ઘાતક – જે લોકો અસ્થમાથી પરેશાન છે તેમણે પણ ભાત ખાવાથી દૂર રહેવુ જોઈએ. ભાતની તાસીર ઠંડી હોવાને કારણે આ અસ્થમાના દર્દીઓમાં શ્વાસની સમસ્યા ઉભી કરે છે.
4. આળસુ બનાવે – ભાત ખાધા પછી શરીરમાં શુગરની માત્રા ખૂબ ઝડપથી વધી જાય છે. જેનાથી ઊંઘ આવવી શરૂ થઈ જાય છે અને શરીરમાં આળસ થવા થવા માંડે છે.જે લોકો જમ્યા પછી કામ કરે છે તેમણે ભાતથી દૂર રહેવુ જોઈએ.
5. પોષક તત્વની કમી – ચોખામાં કાર્બોહાઈડ્રેટનુ ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત તેમા વધુ પોષક તત્વ હોતા નથી. જેના કારણે ભાતનું સેવન કરીની શરીરને કોઈ વધુ ફાયદો મળતો નથી.