કૂતરા (શ્વાન)ને માણસનો સાચો મિત્ર માનવામાં આવે છે. જો કે વિશ્વમાં એવા કેટલાક શ્વાન પણ જોવા મળે છે, જે ખૂબ જ ખતરનાક હોય છે. આ શ્વાન ખતરો જણાતા જ સામેવાળા પર હુમલો કરી દે છે. આ પ્રજાતિઓની ચુંગલમાંથી છુટકારો મેળવવો અશક્ય માનવામાં આવે છે. જો આ પ્રજાતિના શ્વાન તમારી નજીક રહે છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ.
1- ચાઉ-ચાઉ ડોગ
ચાઉ-ચાઉ પ્રજાતિના શ્વાન ચીનમાં જોવા મળે છે. જો કે આ શ્વાન દેખાવમાં ખૂબ જ શાંત લાગે છે, પરંતુ તે ખૂબ જ ખતરનાક હોય છે. તેની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક શ્વાનમાં થાય છે. આ શ્વાન પોતાની મરજીના માલિક હોય છે.
2- જર્મન શેફર્ડ
તમે ઘણા ઘરોમાં જર્મન શેફર્ડ પ્રજાતિના શ્વાન જોયા જ હશે. આ શ્વાન જર્મનીના છે. આ શ્વાન તેમની શક્તિ અને નિડરતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખતરનાક હોવાની સાથે-સાથે જર્મન શેફર્ડ મૈત્રીપૂર્ણ સ્વભાવના હોય છે. જો તે સે જ પણ ખતરો અનુભવે છે, તો તે તરત જ હુમલો કરી દે છે.
3- પીટબુલ
પીટબુલ પ્રજાતિના શ્વાન પણ ખૂબ આક્રમક હોય છે. તે તેના આક્રમક વલણ માટે વિશ્વભરમાં જાણીતા છે. અત્યંત જોખમી હોવાને કારણે પીટબુલ પ્રજાતિના શ્વાન ઘણીવાર બિનજરૂરી રીતે કોઈપણ વ્યક્તિ પર હુમલો કરે છે. જો કે, જો તેઓને યોગ્ય રીતે ઉછેરવામાં આવે છે, તો તેઓ ખૂબ સારા મિત્રો સાબિત થાય છે.
4- રોટ્ટવીલર
Rottweiler શ્વાન વિશ્વમાં સૌથી ખતરનાક કૂતરાઓની પ્રજાતિઓમાંનો એક છે. રોટવીલર શ્વાનનું શરીર ખૂબ જ સ્નાયુબદ્ધ અને મજબૂત જડબાં હોય છે. તેઓ અજાણ્યા લોકો અને અન્ય જાતિના કૂતરાઓથી નફરત કરે છે.
5- પ્રેસા કૈનારીયો (Presa Canario)
પ્રેસા કેનારીયો પ્રજાતિના કૂતરા આફ્રિકામાં જોવા મળે છે. આ પ્રજાતિના કૂતરાનું વજન માણસના વજન જેટલું હોય છે. પ્રેસા કૈનારીયોનું વજન 60 કિલો સુધી હોય છે અને તે ખૂબ જોખમી છે. જો આ પ્રજાતિના કૂતરા કોઈના પર હુમલો કરે તો તેનું જીવવું બિલકુલ અશક્ય છે.