‘જળ હે તો જીવન હે’ને સાર્થક કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે 75 મોટા તળાવના નિર્ધારને સફળ બનાવવા દાંતીવાડાના ઝાત ગામે ગતરોજ છાપોરમાં ઉગતા હજારો કમળથી પ્રખ્યાત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાં માટે APMC ચેરમેન ડીસા અને ભાજપ અગ્રણી માવજીભાઈ દેસાઇ, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગણપત ભાઈ રાજગોર, ચુનિલાલ રાજગોર, ઝાત ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ રાજગોર તેમજ ગ્રામજનોની ઉપસ્થિતમાં તળાવને ઊંડું ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે ચોમાસુ સારુ આવવાના સંકેતો સાથે ચોમાસાના પાણીનો સંગ્રહ થાય તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવે તેમજ ખેડૂત અને પશુપાલનના સુખાકારી માટે તળાવને ઊંડું કરવાના કામનું ખાત મુહૂર્ત કરાતા ગ્રામલોકોમાં આનંદ છવાયો હતો.