વિશ્વમાં એવા ઘણા આઈલેન્ડ (ટાપુઓ) છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. આવો જ એક આઈલેન્ડ ફ્રાંસ અને સ્પેનની વચ્ચે છે, જે દર છ મહિને પોતાનો દેશ બદલે છે. આનો અર્થ એ છે કે આ આઈલેન્ડ પર ફ્રાન્સ અને સ્પેન બંનેનો કબજો છે અને બંને દેશો છ-છ મહિના સુધી આ આઈલેન્ડ પર શાસન કરે છે.
આ આઈલેન્ડનું નામ છે ફિજેન્ટ દ્વીપ, જેને ફ્રેન્ચ અને સ્પેનિશમાં ફેસેંન્સ દ્વીપ કહેવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ આઈલેન્ડને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે કોઈ ઝગડો થયો નથી. પરંતુ બન્ને દેશ પોતાની મરજીથી અદલા બદલી કરે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પરંપરા છેલ્લા 350 વર્ષોથી ચાલી રહી છે.
આ આઈલેન્ડ એક ફ્રેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી સ્પેનની પાસે રહે છે. જ્યારે બાકીના છ મહિના એટલે કે એક ઓગસ્ટથી 31 જાન્યુઆરી સુધી ફ્રાન્સ પાસે રહે છે, આ આઈલેન્ડ સ્પેન અને ફ્રાન્સને અલગ કરતી નદી બિદાસોની વચ્ચોવચ છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 1659માં બંન્ને દેશોની વચ્ચે એક સંધિ થઈ, આ દરમિયાન શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેને પાઈનીસની સંધિ કહેવામાં આવે છે. આ ક્ષેત્રની અદલા-બદલી કરવામાં આવી અને સીમાઓ નક્કી કરવામાં આવી. આ સંધિ એક શાહી લગ્નની સાથે પૂરી કરવામાં આવી, જેમાં ફ્રાંસના રાજા કિંગ લુઇસ XIVએ સ્પેનના રાજા કિંગ ફિલિપ IVની પુત્રી સાથે લગ્ન કર્યા. આ આઈલેન્ડ ખૂબ જ નાનો છે, તેની લંબાઈ માત્ર 200 મીટર અને પહોળાઈ 40 મીટર છે.