રાજ્ય સહિત દેશભરમાં હાલ કોરોના મહામારીનું સંક્રમણ વધ્યું છે. આ સંક્રમણ હવે બાળકોમાં પણ વધી રહ્યું છે. કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ બાળકો માટે અત્યંત ગંભીર અને જાનલેવા છે.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે, કોરોના વાયરસ માત્ર વયસ્ક લોકો માટે જ ખતરનાક છે. પરંતુ નવા કેસમાં બાળકો પણ સામેલ છે. કેટલાક તજજ્ઞોનું માનવું છે કે, નવો સ્ટ્રેન બાળકોને ગંભીર રીતે સંક્રમિત કરી શકે છે.
યુકે અને બ્રાઝિલની જેમ ભારત પણ હાલ કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝુમી રહ્યું છે. જે બાળકો માટે સૌથી વધુ ભયાનક માનવામાં આવી રહ્યું છે. બેંગલ્રુરૂમાં એક શાળામાં 400 જેટલા બાળકો કોરોના પોઝિટિવ મળ્યા છે.
કોરોનાના નવા રૂપ કે પછી ભારતમાં હમણાં જ મળેલા ડબલ મ્યુટેશન કે પછી યુકે અને બ્રાઝિલમાં મળેલો નવો સ્ટ્રેન. વાયરસ હવે એન્ટ્રી રિસેપ્ટર્સ સાથે સરળતાથી પોતાને જોડી ડે છે અને ખાસ સેલ લાઈનિંગ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.
હાલના સમયે જે બાળકો કોરોનાનો શિકાર બન્યા છે તેમના પર રિસર્ચ નથી કરવામાં આવ્યું, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે, નવો સ્ટ્રેન વધું સંક્રામક છે. પહેલાથી વધારે લક્ષણ જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડી શકે છે.
બાળકોમાં સંક્રમણ ફેલાવવા મામલે કેટલા વિશેષજ્ઞોનું માનવું છે કે, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખુલવાના કારણે કેસો ઝડપથી સામે આવ્યા છે.
ગત વર્ષે લોકડાઉનના કારણે બાળકો ઘરમાં બંધ હતા. પરંતુ હાલ તે બહાર નિકળી રહ્યા છે. રમતના સ્થળોએ બાળકો વધુ જોવા મળી રહ્યા છે. બાળકોના ગ્રુપ, સ્વચ્છતાનો અભાવ અને માસ્ક ન પહેરવાના કારણે સંક્રમણ વધ્યું છે.
હાવર્ડ હેલ્થના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, બાળકોમાં વયસ્કો મામલે કોરોનાના અલગ લક્ષણો જોવા મળી શકે છે.
બાળકોમાં કોરોનાના લક્ષણ
સતત તાવ આવવો
શરીર પર ચાંઠા પડવા
આંગળિયો પર સોજો આવવો
આંખો લાલ થઈ જવી
શરીરમાં ખુબ જ કળતર થવી
સાંધામાં દુખાવો થવો
ચિડચિડિયાપણું આવવું
ઊંઘ ન આવવી, થાક રહેવો
ભૂખ ન લાગવી
ઉલ્ટી થવી