ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જોકે કોંગ્રેસનો આંતરિક વિખવાદ હજી ઉકળતા ચરૂ જેવો છે. કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમારે ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ અને કોંગ્રેસની રાજકીય સ્થિતિ સામે લેધક સવાલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે હાલ કોંગ્રેસ પ્રભારી પણ ગુજરાતના પ્રવાસે છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વીટ કરી રોષ ઠાલવતા જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સાંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ? નોંધનીય છે કે, અગાઉ પણ જયરાજસિંહ નારાજગી દર્શાવી ચુક્યા છે.
કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????Advertisement— Jayrajsinh Parmar (@JayrajKuvar) January 27, 2022
કોંગ્રેસ પ્રભારી ગુજરાત પ્રવાસે
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા 4 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક યોજશે. કોંગ્રેસના સિનિયર લીડર સાથે બેઠક યોજશે. આ સિવાય વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.